Tuesday, March 3


Nigeria News: નાઈજીરિયામાં સરાજાહેર કત્લેઆમની ઘટનાઓ સતત વધી રહી છે. આજે નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારના ત્રણ ગામોમાં બાઈકસવાર બંદૂકધારીઓએ હુમલો કર્યો. લોકો અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી જેમાં નાઈઝર પ્રાંતમાં 30થી વધુના મોત થયા છે. હુમલાખોરોએ ગોળી માર્યા બાદ કેટલાય લોકોના ગળા પણ કાપ્યા અને ઘરોમાં આગ લગાવી દીધી.

નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ નાઈજીરિયામાં એકસાથે 100થી વધુ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. નાઈજીરિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી કેટલીક ગેંગ ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે જેમને બેન્ડિટ કહેવામાં આવે છે. હાલના દિવસોમાં આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

#Nigeria #Crime #NigeriaNews #Gscard #Gujaratsamachar



Source

Share.
© 2026 Talk About Nigeria. All Rights Reserved.
Exit mobile version